Pages

Tuesday, November 12, 2019

Govt Jobs Std 12 Pass

Govt Jobs: ધોરણ-12 પાસ માટે બમ્પર નોકરીઓ, અહીં જાણો તમામ વિગત
https://www.onlynewspapers.com

જો તમે ધોરણ-12 પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો તો આપના માટે ખુશખબર છે

IOCL recruitment 2019: જો તમે ધોરણ-12 પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો તો આપના માટે ખુશખબર છે. મૂળે, ઈન્ડિયલ આઇલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Limited)એ ધોરણ-12 પાસ ઉમેદવારો માટે 360 એપ્રેન્ટિસ પદો પર વેકન્સી બહાર પાડી છે. તેના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. એવામાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર વધુ સમય ન બગાડતાં આ પદો માટે આઈઓસીએલ (IOCL)ની અધિકૃત વેબસાઇટ iocl.com કે plis.indianoilpipelines.inના માધ્યમથી તરત જ અરજી કરી દો. અરજી કરવાની પ્રક્રિયા 22 નવેમ્બર સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

પરીક્ષા પદ્ધતિ (Examinantion Pattern)

આ પદો પર ઉમેદવારની નિયુક્તિ લેખિત પરીક્ષાના આધારે થશે જે 8 ડિસેમ્બર 2019ના રોજ આયોજિત કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં 11 માક માટે 100 બહુવિકલ્પીય પ્રશ્ન (Multiple Choice Questions) સામેલ હશે. પરીક્ષાર્થીઓને ઉકેલ આપવા માટે બે કલાકનો સમય આપવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને ઓછામાં ઓછા 50 ટકા માર્ક લાવવાના રહેશે, બીજી તરફ અનામત વર્ગના ઉમેદવારોને પાસ થવા માટે 45 ટકાની જરૂર રહેશે.

IOCL recruitment 2019: યોગ્યતા

શૈક્ષણિક લાયકાત - આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારો કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ધોરણ-12 પાસની સાથે આઈટીઆઈ (ITI) ડિપ્લોમા હોલ્ડર હોય. બીજી તરફ ટ્રેડ એપ્રેન્ટિસ, આસિસ્ટન્ટ એચઆર અને એકાઉન્ટન્ટની પોસ્ટ માટે ઉમેદવારની પાસે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર મર્યાદા - ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ સુધીની હોવી જોઈએ.

IOCL recruitment 2019: આવી રીતે અરજી કરો

- અધિકૃત વેબસાઇટ plis.indianoilpipelines.in પર જાઓ

- હોમપેજ પર ‘click here for active openings’ પર ક્લિક કરો

- ‘apprenticeship openings’ લિંક પર ક્લિક કરો

- નિર્દેશોને સારી રીતે વાંચ્યા બાદ ‘I have understood button’ પર ક્લિક કરો

- લિંક પર ક્લિક કરો પછી ‘register now' બટન પર ક્લિક કરો

- હવે અહીં વિગતો ભરી રજિસ્ટર કરો

- રજિસ્ટ્રેશન નંબરની સહાયતાથી લૉગ-ઇન કરો

- ફાર્મ ભરી ઇમેજ અપલોડ કરો

- હવે તમારું સમગ્ર ફોર્મ પૂરું ભરાશે